આણંદ: ઓડમાં સૂરીવાળી ભાગોળે,મોટા ફળિયામાં આવેલ શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નેહા માસી અને તેમના મંડળ દ્વારા મંદિરે આવીને હરસિધ્ધિ માતાજીને ચાંદીનું છત્તર ચડાવાયુ
ત્રિદિવસીય મહોત્સવનાં પાવનકારી સંવત ર૦૮૧ ના ચૈત્ર સુદ -૧૧ ને મંગળવાર તા.૮ ના પ્રથમ શુભ દિને પુરોહિતો દ્વારા દેહ શુદ્ધિ/પાયશ્ચિત ફર્મ,પવિત્ર યજ્ઞ પ્રારંભ,શ્રી કુટીર હોમ અને સાયં આરતીમાં મોટા પ્રમાણમાં ભક્તોએ લાભ લીધો
દ્વિતિય દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢી યજ્ઞ સ્થળે મહાપુજા વિધી તેમજ મંત્ર જાપ કરાયા બાદ સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો. ત્રણ દિવસ સુધી ચાલનાર આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ભાવિકો ઉમટયા હતા.આ યજ્ઞમાં સામાજિક રાજકીય અને આજુબાજુના વિસ્તારના વિવિધ સમાજના ધાર્મિક ભકત-જનો સાથે માનવ મહેરામણ જોડાયું હતું તૃતીય દિવસે માતાજીની મહાપૂજા ,
મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શિખર કળશ(ધ્વજા રોહણ),પ્રતિષ્ઠા હોમ,યજ્ઞ પૂર્ણાહૂતિ ,મહા આરતી,મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ.આ શુભ પ્રસંગે સંતો,મહંતો, ગામ ના તથા સમાજ ના વડીલો આગેવાનોનું સ્વાગત સન્માન કરવામા આવ્યુ.સૌ માઈ ભક્તોની ઉપસ્થિતિમાં મહોત્સવ મંગલમય બન્યો. વિધ્વાન ભૂદેવો શાસ્ત્રી મહારાજ ધ્વારા વિધીસર પૂજા- પાઠ કરી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી.આ મંગલમય પ્રસંગમાં જે પણ માઈ ભક્તોએ તન મન ધન થી સેવા આપી છે તે સૌનો હરસિધ્ધિ મંદિર પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો
ઓડમાં શ્રીહરસિધ્ધી માતાજીના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા,ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો
