• Sat. Jul 12th, 2025

Bharat Bhoomi News India

India #1 News Platform

રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.

ByBhavesh Soni

Jun 25, 2025
Spread the love


લોકો દ્રારા રામધૂન બોલાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે



ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલા સંજય નગર સહિતનાં વિસ્તારોમાં ચોમાસું સિઝનમાં રસ્તાઓને પહેલાં મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતાં ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોઇ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જે સમસ્યા હલ કરવા લોક ફરીયાદો ઉઠવા પામી છે.



ધોરાજીનાં જમનાવડ રોડ સંજય નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાયો હતો અને જણાવ્યું હતું હતું કે ધોરાજીનાં જમનાવડ રોડ સંજય નગરનાં રોડ રસ્તાની હાલત ઘણાં સમયથી ખરાબ છે. આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી. અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે, અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી નથી શકતી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી.



હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે, અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી, જાય તો પણ કાદવ કિચડમાં લપસી જવાય છે આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતાં સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયા ધ્યાન આપે તેવી માગણી ઉઠવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *