ઉપલેટા, તા. ૨૩ જૂન:
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કાર્યરત શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રણુભા નવલસિંહ જાડેજાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવસેવાનો ઉમદા કાર્યક્રમ યોજાયો.

શહેરના સ્લમ વિસ્તારમાં ધોરણ 1થી 12ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. વોર્ડ નં. ૩ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

વિશેષરૂપે ટ્રસ્ટના હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા સહિતના સભ્યો લોકસેવા માટે સતત કાર્યરત રહી સમાજસેવા માટે પ્રેરણારૂપ બનેલ છે.

ટ્રસ્ટ દ્વારા વર્ષભર તહેવાર નિમિતે મીઠાઈ, ફરસાણ અને દવાઓનું વિતરણ તેમજ ગરીબ દર્દીઓ માટે સારવાર સહાય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે.
આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતાની ભાવના જાળવી રાખે છે અને જરૂરિયાતમંદોને વાસ્તવમાં રાહત અને સહારો પૂરું પાડે છે.
