• Mon. Mar 2nd, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

આણંદમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી રહ્યા અધ્યક્ષસ્થાને

ByBhavesh Soni

Jun 23, 2025
Spread the love

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નહીં, એ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે: રમણભાઈ સોલંકી



આણંદ, શનિવાર: ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આણંદ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય યોગ દિવસની ઉજવણી પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ, સાંગોડપુરા ખાતે કરવામાં આવી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી અધ્યક્ષ પદે હાજર રહ્યા.



રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, “યોગ ફક્ત શારીરિક કસરત નહીં, પણ જીવન જીવવાની એક કળા છે, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ છુપાયેલી છે.” તેમણે યોગના વૈશ્વિક સ્વીકાર અને વડનગર ખાતે થનારી ઐતિહાસિક યોગવિદ્યાની સ્થાપનાને “વિશ્વસરે વિક્રમ” તરીકે અભિપ્રેત કરી એ પણ ઉમેર્યું કે “યોગથી શારીરિક તંદુરસ્તી ઉપરાંત મનની શાંતિ, તણાવમુક્તિ અને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે.”



આવર્ષના યોગ દિવસની થીમ ‘One Earth, One Health’ રહી, જેને વિશ્વસંદર્ભમાં યોગના સર્વસમાવેશક દ્રષ્ટિકોણ તરીકે જાહેર કરવામાં આવી છે.

પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ,જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર મિલીંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહીતના અધિકારીઓએ કોમન યોગા પ્રોટોકોલ હેઠળ યોગાભ્યાસ કર્યો હતો.

ઉપસ્થિતોએ વિશાખાપટ્ટનમથી વડાપ્રધાનનો સંબોધન અને મહેસાણાના વડનગરથી મુખ્યમંત્રીના યોગ કાર્યક્રમ પણ વર્ચ્યુઅલી નિહાળ્યા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ,નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સહીત યોગપ્રેમીજનોએ સક્રિય હાજરી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *