• Mon. Mar 2nd, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના દંપતીના પાર્શ્વદેહ ગામ પહોંચતાં ગમગીન માહોલ સર્જાયો

ByBhavesh Soni

Jun 23, 2025
Spread the love

ભરોડા, તા. ૨૧ જૂન
અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલ ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના રહેવાસી શશીકાંત રાવજીભાઈ પટેલ અને તેમની પત્ની કોકીલાબેન શશીકાંતભાઈ પટેલ ના પાર્શ્વદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન ભરોડા ગામ લાવવામાં આવ્યા હતા.



જ્યારે એમ્બ્યુલન્સ ભરોડા ગામે પ્રવેશી ત્યારે સમગ્ર ગામમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહનું અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા. આ પ્રસંગે ઉમરેઠના મામલતદારશ્રી, પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ, સ્થાનિક અગ્રણી નેતાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



મૃતક દંપતીની મસાણયાત્રા ગામના મુખ્ય માર્ગ પરથી નીકળી હતી, જેમાં હજારો લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *