આણંદ, તા. ૧૭ જૂન ૨૦૨૫
આણંદ શહેરમાં તંત્ર દ્વારા પકડવામાં આવેલી ગાયો ઢોર ડબ્બામાં દુઃખદ અને કરુણ સ્થિતિમાં જીવન યાપન કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તાજા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ગાયોને ન તો પૂરતું ખોરાક મળે છે, ન તો પાણી. ઢોર ડબ્બામાં ગાયો કચરામાં ઉભી છે, કેટલાક પશુઓ નિર્વાણ અવસ્થામાં દેખાઈ રહ્યા છે.

વિડીયોમાં પશુઓની તદ્દન બેદરકાર અને તડપતી હાલત જોઈને લોકોના હ્રદયમાં દુઃખ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે.

પ્રકાશભાઈ રાજપૂતે જણાવ્યું કે
ઉનાળાના તાપમાં ગાયોને પીવા માટે પાણી નથી મળતું અને ચોમાસાની કાદવભરી પરિસ્થિતિમાં બેસવા કે ઊભા રહેવા માટે સુખી જમીન પણ નથી રહીતી – દરેક ઋતુમાં ગાયમાતા તકલીફ સહન કરે છે.
ગંદકીથી ભરેલો અને અસ્વચ્છ ઢોર ડબ્બો
ગંભીર રીતે તડપતા અને નિષ્શક્ત ગાયો
કોઈપણ તબીબી વ્યવસ્થા દેખાઈ નથી
આ ગાયમાતા છે, એમને અમારો તંત્ર પશુ ગણતું નથી. જો તંત્ર દયાળુ હોત, તો આવી હાલત નહીં થાત.જો અધિકારીઓએ જો એક દિવસ પણ એ ઢોર ડબ્બામાં જીવવું પડે, તો એમને સમજાશે એ દુઃખ શું હોય છે.
