વિદ્યાનગર, તા. ૧૪ જૂન ૨૦૨૫ – આજ રોજ સાંજના ૪:૫૫ કલાકે વિદ્યાનગર ખાતે 22 ગામ સ્કૂલ પાસે આવેલા પુનમભાઈ વીરાભાઇ મોચીના મકાનમાં ગેસ બોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ડ્રાઈવર મુકેશ પટેલ, ફાયરમેન વિવેક પટેલ, રાવજીભાઈ અને ટ્રેની ફાયરમેન સાથે ફાયર ફાઈટર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો.


આ આગમાં દાઝેલા 2 બાળકો અને 1 મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોની સતર્કતા અને ફાયર ટીમના ઝડપી પ્રયત્નોથી મોટી દુર્ઘટના ટળી હતી.
