આણંદ જિલ્લાના રાજોડપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વેસ્ટ પ્લાસ્ટિક બોટલોથી બનાવેલી કમ્પાઉન્ડ વોલનું વિદ્યાર્થીઓના હસ્તે લોકાર્પણ કરાયું. આ અભૂતપૂર્વ પહેલ પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાઈ હતી. આ અભિયાન હેઠળ આણંદ અને ઉમરેઠ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ લગભગ એક લાખ વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરી હતી. આ બોટલોનો ઉપયોગ કરીને શાળાની આસપાસની તલાવડીને ધ્યાનમાં રાખીને સલામતી માટે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી.

આ પ્રસંગે બાળકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ વિષે સમજ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે પણ માહિતગાર કર્યા. વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ અપાયો.

મહાનુભાવોના ઉપસ્થિતિમાં શાળાના બાળકો, શિક્ષકો અને નગરજનોએ ઉમંગપૂર્વક હાજરી આપી હતી.
