આણંદ, બુધવારઃ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલા હોટલ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

લાંભવેલ રોડ પર ઇન્દિરા સ્ટેચ્યુ પાસે આવેલી હોટલ ક્રિસન્ટમાં તપાસ દરમિયાન ગંભીર સ્વચ્છતાની ક્ષતિઓ જોવા મળી. હોટલમાં ગંદકી અને હાઈજિનનો ઘાટ ન હોવાને કારણે, લોકોના આરોગ્ય માટે જોખમ ઉભું થતું હોવાથી, મહાનગરપાલિકાએ તરત જ હોટલને જીપીએમસી કલમ ૩૭૬(એ) અંતર્ગત સીલ કરી દીધી છે.
આ બાબતે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રાજેશભાઈ પટેલે અનુરોધ કર્યો કે શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટો હાઈજિન અને જાહેર સ્વચ્છતા જાળવે, નહીં તો કડક પગલાં લેવાશે.
