• Tue. Mar 3rd, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

અમૂલ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: દૂધના ભાવમાં વધારો, દાણ સસ્તું, ૭ લાખ પશુપાલકોને લાભ

ByBhavesh Soni

May 27, 2025
Spread the love

આણંદ: અમૂલ ડેરી દ્વારા ૧ જૂન ૨૦૨૫થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરવાની તેમજ અમૂલ દાણના ભાવમાં ૫૦ પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો લાભ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને મળશે.


દૂધના ભાવમાં રૂ. ૮૫૫થી વધારી રૂ. ૮૬૫ પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે, જે ડેરીના ઇતિહાસમાં સૌથી ઊંચો દર છે. સાથે જ, ૭૦ કિલો બેગનું અમૂલ દાણ હવે રૂ. ૧૫૦૫ અને ૫૦ કિલો બેગનું રૂ. ૧૦૮૦ થઈ ગયું છે.


વર્ષ ૨૦૨૪-૨૫ માટે દૂધ ઉત્પાદકોને રૂ. ૧૦૨૮ પ્રતિ કિલો ફેટ અંતિમ ચુકવણી આપવામાં આવી છે.

અગાઉ એપ્રિલમાં પણ વિવિધ દાણોની કિંમતોમાં રૂ. ૫૦થી રૂ. ૨૦૦ સુધીનો ઘટાડો કરાયો હતો. આ રીતે અમૂલ ડેરીએ પ્રથમ વખત દૂધના ભાવ વધાર્યા અને દાણના ભાવ ઘટાડીને પશુપાલકોને બંને તરફથી આર્થિક લાભ પહોંચાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *