• Fri. Feb 27th, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

સ્વ. મુન્નદાસભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી હરિ ફાઉંડેશન, ઓડને રૂ. ૫.૧૧ લાખનું માતબર દાન

ByBhavesh Soni

Dec 28, 2025
Oplus_16908288
Spread the love
આણંદ: ઓડ, શ્રી હરિ ફાઉંડેશન, ઓડના સામાજિક અને સેવાકીય કાર્યોને વધુ વેગ મળે તે હેતુસર સ્વર્ગસ્થ મુન્નદાસભાઈ સિદ્ધરભાઈ પટેલના પાવન સ્મરણાર્થે કોટવાળી ખડકી નિવાસી અતુલભાઈ ઈન્દુભાઈ પટેલ (લંડન), જગદીશભાઈ મણીભાઈ પટેલ,પિયુષભાઈ ઘનશ્યામભાઈ પટેલ,ગિરીશભાઈ કાંતિભાઈ પટેલ તથા જશવંતભાઈ કાંતિભાઈ પટેલ દ્વારા શ્રી હરિ ફાઉંડેશન, ઓડને રૂ. ૫,૧૧,૧૧૧/- (પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા)નું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું છે.

આ દાનથી ફાઉંડેશનના સેવાભાવી કાર્યોને નવી દિશા અને ગતિ મળશે. શ્રી હરિ ફાઉંડેશન, ઓડ તરફથી આ ઉદાર દાન બદલ દાતાશ્રી અને તેમના પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમને સદાય ઋણી રહેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *