• Fri. Feb 27th, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

ઓડમાં વૈકુંઠ રથનું દાન અને પૂજા વિધી કાર્યક્રમ

ByBhavesh Soni

Aug 23, 2025
Spread the love

ઓડ, તા. ૨૩ ઓગસ્ટ:
આણંદ જિલ્લાના ઓડ નગરમાં આજે શનિવારે, શ્રાવણ વદ અમાસના પાવન દિવસે શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે વૈકુંઠ રથની વિશેષ પૂજા વિધી યોજાઈ હતી. આ વૈકુંઠ રથનું દાન અમેરિકા નિવાસી ઓડ ગામના મુખી પરિવારના જતીનભાઈ મહેન્દ્રભાઈ પટેલ તથા તેમના ભાઈ કેતનભાઈ પટેલે આપ્યું હતું.



આ રથ શ્રી હરિ ફાઉન્ડેશન, ઓડ ને તેમના સ્વ. મહેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલ તથા સ્વ. શારદાબેન મહેન્દ્રભાઈ પટેલના સ્મરણાર્થે અર્પણ કરાયો હતો. તા. ૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ આ વૈકુંઠ રથનું લોકાર્પણ વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું.

આજના પૂજાવિધિ પ્રસંગે દાતાશ્રીનો પરિવાર, શ્રી હરિ ફાઉન્ડેશનના આગેવાનો, ગામના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તથા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમમાં ગામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *