• Sun. Mar 1st, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

ઉમરેઠ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડીમા. મારી ઇટ .માંના મંદિરે. અંતર્ગત ઈંટ દાન. કાર્યક્રમ યોજાયો.

ByBhavesh Soni

Aug 22, 2025
Spread the love

ઉમરેઠ.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વનાં સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ૧૦૦ વિધા જમીનમાં ૨ હજાર કરોડનાં ખર્ચે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે.



આ ધાર્મિક કાર્યમાં સનાતન સમાજનાં પરિવારોને શ્રી ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા સાથે જોડાવાનાં હેતુ સર મારી ઈંટ માંના મંદિરે અંતર્ગત ઈંટ દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું .



વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમરેઠ તાલુકા સંગઠન દ્વારા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ઈંટ દાન અભિયાન કાર્યક્રમ યોજાયો.



આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના પ્રમુખ.આર.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે આર.પી.પટેલ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં સંગઠનના હોદ્દેદારો ડાકોર ખાતે શ્રી રણછોડજીનાં દર્શન કરી મંદિરે ધજા ચડાવ્યા પછી ઉમરેઠ ખાતેનાં ઈટદાન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનાં પ્રમુખ આર.પી.પટેલનું ઉમરેઠ ખાતે ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહાનુભાવો દ્વારા શ્રી ઉમિયા માતાજીનાં ચરણે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો . આર.પી.પટેલ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉમા ભક્તો અને નગરજનોને સંબોધિત કરાયા હતા.



મંદિરનું મહત્વ, પૂજા-પાઠ, સર્વધર્મ સમભાવ વિશે સમજણ આપવામાં આવી હતી. વિશ્વ ઉમિયાધામ એ મંદિરની સાથે-સાથે વિવિધ ક્ષેત્રે સમાજને ઉપયોગી થવાનાં હેતુથી કાર્યરત છે તે બાબતો જણાવી હતી. અભ્યાસ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, યુવાનોની કારકીદી ક્ષેત્રે, મહિલા સશક્તિકરણ બાબતે કાર્યરત હોવાનું જણાવ્યું હતુ. પારિવારીક ભાવના તથા એકતા પરમો ધર્મ ઉપર પ્રકાશ પાડી અમદાવાદ ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વનાં સૌથી ઊંચા અને વિશાળ મંદિરનાં નિર્માણ કાર્યમાં ઈટ દાન કરી સેવા કાર્યમાં જોડાવા અપિલ કરાઇ હતી. દરેક સનાતની પરિવાર ઓછામાં ઓછી એક ઇંટ એટલે કે ૧,૦૦૦/- રૂપિયાનું દાન કરે તેવી અપિલ કરાઇ હતી.

આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં કેન્દ્રીય સંગઠન ઉપપ્રમુખ જયંતીભાઈ પોકાર, ક્યુ.એમ.એસ. ચેરમેન કનુભાઈ પટેલ, કેન્દ્રીય મહામંત્રી સંજયભાઈ પટેલ, સંસ્થાના પૂર્વ ગુજરાત ઝોન પ્રભારી શૈલેષભાઈ પટેલ, કેન્દ્રીય સંગઠન સભ્ય ભવાનભાઈ પટેલ, આણંદ જિલ્લા ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, આણંદ જિલ્લા મહામંત્રી મણીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આમંત્રણ ને માન આપી ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ઉમરેઠ મામલતદાર નિમેષભાઈ પારેખ, પી.આઈ. એસ.એચ.બુલાન, એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, ઉમરેઠ ગ્રામ્ય એમજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર એ.એન.પટેલ, ઉમરેઠ શહેર એન્જિનિયર નયન ભટ્ટ, ઉમરેઠ કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખ જેઠાભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *