
આણંદ, તા. 30 જૂન, 2025
આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના અનન્ય સેવા ભાવનાથી કાર્યરત રહેલા અને છેલ્લા 27 વર્ષથી પોતાના કૌશલ્ય, નિષ્ઠા અને સમર્પણથી ફાયર બ્રિગેડ વિભાગમાં અમૂલ્ય યોગદાન આપનાર કર્મચારી ખાતુભાઈ દલાભાઈ ચારપોટ તારવૈયા આજ રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા છે.

આ અવસરે ફાયર વિભાગ દ્વારા ખાસ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકર્મીઓ અને અધિકારીઓએ તેમની યાત્રાને યાદગાર બનાવતી લાગણીસભર શુભેચ્છાઓ પાઠવી. પ્રત્યેક સહકર્મીએ ખાતુભાઈના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો શેર કર્યા અને તેમને એક દૃઢ નેતા, માર્ગદર્શક તથા ટીમ પ્લેયર તરીકે વર્ણવ્યા.

વિભાગના અધિકારીઓએ કહ્યું કે, “તેમનું યોગદાન અને માર્ગદર્શન ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગેરહાજરી સૌને ખલશે, પણ તેમની યાદગાર સેવા આપણી સાથે હંમેશાં જીવંત રહેશે.”

વિદાય સમારોહમાં ભાવુક પળો સર્જાઈ હતી. તેમનાં સહકાર્યકરોએ શુભેચ્છા પાઠવી અને ભાવિ જીવન માટે શ્રેષ્ઠ શુભકામનાઓ આપી.

આણંદ ફાયર પરિવાર તરફથી તેમને નિવૃત્તિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ અને સદાય આરોગ્યમય જીવનની કામના કરવામાં આવી હતી.
🌹”તમારું સમર્પણ અમૃતતુલ્ય હતું, તમારું માર્ગદર્શન અમારું પથપ્રદર્શક રહેશે.”🌹