



સુરત, શનિવાર:
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સ્થિત ફાર્મ ખાતે આજે જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમો સ્નેહ મિલન અને નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. સમાજના બાળકોમાં શૈક્ષણિક ઉત્સાહ જગાવા તેમજ પરિવારજનો વચ્ચે સહયોગ અને એકતા વધારવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.






કાર્યક્રમની મુખ્ય આકર્ષણરૂપે 45 થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સમાજના ઉત્તમ દાતાશ્રીઓ અને આગેવાનો – સંજયભાઈ રાવ સાહેબ, નિખિલભાઈ રાવરાણી (કેતનભાઈ – ધોરાજી), હિરેન રાવરાણી (મોણપરી), મુકેશભાઈ રાવરાણી (ભાખ), અતુલભાઈ રાવરાણી (ભુખી), રવિ રાવરાણી (બંધીયા), હસુભાઈ રાવરાણી અને ભાવેશભાઈ રાવરાણી (ધરાળા) સહિત તમામ કારોબારી સભ્યોની વિશિષ્ટ હાજરી રહી હતી.




વિશેષરૂપે, નિખિલભાઈ રાવરાણીએ તેમના ભુવા શ્રી રાજેશભાઈ રાવરાણી (ઉમરાળી વાળા) ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં ભાવનાત્મક ક્ષણો સર્જાઈ હતી.


આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જય વીર મકન બાપા યુવા ગ્રુપના સભ્યોએ ભારે મહેનત કરી હતી. કાર્યક્રમનો અંત સમૂહ ભોજન સાથે થયો હતો જેમાં સમસ્ત રાવરાણી ચાવડા પરિવારના સભ્યો જોડાયા હતા અને સૌએ સંગઠનની ભાવનાને ઉજાગર કરી હતી.
આવો કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવા આયોજન થતા રહે તેવી સૌએ અભિલાષા વ્યક્ત કરી હતી.