આણંદ, શનિવાર:
આણંદ ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)માં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો.


આ અવસરે ૩૨૯ અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો.


રાજ્યપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું કે, “ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્ભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પામ્યો છે અને આ દિશામાં ઈરમા અને ત્રિભુવન યુનિવર્સિટીનું યોગદાન અભિનંદનિય છે.”

તેમણે ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર પટેલના વિચારોને યાદ કરતા કહયું કે ગ્રામીણ વિકાસ અને સહકાર દ્વારા દેશના સમૂહ વિકાસ માટે માર્ગ સુગમ થયો છે.
સમારોહમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, NDDBના અધ્યક્ષ ડૉ. મિનેશ શાહ, ઇરમાના નિર્દેશક ડૉ. ઉમાકાન્ત દાસ, કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ અને અન્ય અગ્રણીઓની હાજરી રહી હતી.