વિદ્યાનગર સ્થિત ઈસ્કોન રાધાગિરિધારી મંદિર તરફથી 21મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પાવન દિવસે આ રથયાત્રાનું પ્રસ્થાન આણંદ શહેર પોલીસ સ્ટેશનમાંથી કરવામાં આવ્યું. ભવ્ય સજાવટથી સજેલા રથમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી બિરાજમાન થયા હતા.


ભક્તો “હરે કૃષ્ણા હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે…” ના સંકીર્તન સાથે રથયાત્રામાં જોડાયા હતા. ગુરુદ્વારા સર્કલથી લઈ શાસ્ત્રી મેદાન સુધીના રુટમાં રથયાત્રા cityના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. મંદિર દ્વારા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.


ભક્તોએ ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી. બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ ઉત્સાહભેર જોડાયા હતા.

ABVPના સભ્યો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જ્યારે મહિલાઓએ રંગોળીઓથી માર્ગો શોભાવ્યાં હતા.
વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી એક કલાકનું હરિનામ સંકીર્તન પણ યોજાયું હતું.