વિદ્યાનગર, ગુરુવાર:
વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આગામી શુક્રવારે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૨૧મી રથયાત્રા અંગે વિશદ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.


પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના મહંતશ્રી, મીડિયા સલાહકાર તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રથયાત્રા માટેના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી.
મુખ્ય વિગતો પ્રમાણે:
રથયાત્રા ની શરૂઆત: બપોરે 2:30 કલાકે, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી
માર્ગ: આણંદ-વિદ્યાનગર શહેરના વિવિધ માર્ગો પરથી નગરયાત્રા
અંતિમ સ્થળ: રાત્રે 9 વાગે શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર
વ્યવસ્થા:
50,000 પ્રસાદ પેકેટ વિતરણ
12,000 ભક્તો માટે ભોજન પ્રસાદી
રંગોળી, સજાવટ અને સુરક્ષા માટે વિશેષ આયોજન
દેશ-વિદેશથી ભક્તોની આગમન અપેક્ષા
સાથે જ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના આત્માની શાંતિ માટે રથયાત્રા પૂર્વે 1 કલાકનું હરિનામ સંકીર્તન પણ યોજાશે.

આ પ્રસંગે ઇસ્કોન દ્વારા તમામ સર્વધર્મપ્રેમી નાગરિકો ને રથયાત્રામાં વધીને ભાગ લેવાનો, તથા ભગવાન શ્રી જગન્નાથજીના પવિત્ર દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.