• Mon. Mar 2nd, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

ઓડમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી

ByBhavesh Soni

Jun 23, 2025
Spread the love

ઠાકોરજીને તિલક અને છાક લીલા મનોરથના દર્શન,ભક્તિમય માહોલ



ઓડ (તા. ૨૧ જૂન, શનિવાર): ઓડ બજાર વિસ્તારમાં આવેલ પાવન શ્રી ગોવર્ધનનાથજી મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ધર્મમય અને ભાવભીની ઉજવણીનો માહોલ સર્જાયો હતો.



આ શુભ પ્રસંગે વહેલી સવારે શ્રી ઠાકોરજીને તિલક કરાતા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.



સાંજે ૬:૩૦ કલાકે “શ્રી છાક લીલા મનોરથ”ના વિશેષ દર્શન યોજાયા હતા. ઠાકોરજીના આ રસમય મનોરથને નિહાળવા માટે ભક્તોનો ઘસારો રહ્યો હતો અને સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બન્યું હતું.મંદિરમાં આરતી અને ભજન કીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ શુભ અવસરે ઓડના વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવણીને ભવ્ય રીતે યોજાઈ હતી. મંડળના આગેવાનો અને સભ્યો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક પાટોત્સવની અનમોલ ક્ષણોને નિહાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *