ખંભોળજ, તા. ૧૬ જૂન ૨૦૨૫:
અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આણંદ જિલ્લાના ખંભોળજ ગામના 25 વર્ષીય યુવાન આકાશ પુરોહિતનો પાર્થિવ દેહ DNA પરિચય બાદ તેમના સ્વજનોને સોંપાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દેહ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે પૌષ્પિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારજનોને સાંત્વના આપી હતી. વહીવટીતંત્ર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને પરિવારજનો માટે વ્યવસ્થિત વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી.

આકાશના નશ્વર દેહના સ્વગામ ખંભોળજ પહોંચતા ગામમાં શોકની લાગણી છવાઈ હતી. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રના અધિકારીઓ પરિવારજનોની સાથે ખભે ખભો મિલાવી ઊભા રહ્યા હતા.
