
પેટલાદના ધારાસભ્ય અને નિવૃત આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે ઘેર બેઠા પોસ્ટ વિભાગ દ્વારા ડિજિટલ હયાતી પ્રમાણપત્ર મેળવી પોસ્ટ વિભાગની સેવા માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્ય સરકાર અને ડાક વિભાગ વચ્ચે થયેલ કરારને પેન્શનરો માટે રાહતરૂપ જણાવતાં કહ્યું કે આ સેવા બીમાર અને વયવૃદ્ધ પેન્શનરો માટે આશીર્વાદરૂપ છે. પેન્શનરો 31 જુલાઈ સુધી નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી આ સેવા વિનામૂલ્યે મેળવી શકે છે. આ સેવા માત્રણું નહીં, ફેમિલી પેન્શન મેળવનાર પેન્શનરો માટે પણ લાભદાયી છે
