• Tue. Mar 3rd, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા સ્વચ્છતાના અભાવે અંબિકા ફરસાણ માર્ટ સીલ કરાઈ

ByBhavesh Soni

May 26, 2025
Spread the love

આણંદ, સોમવારે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.


મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં રેડ ક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી.


મહાનગરપાલિકા ની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *