આણંદના ઓડની નોખા તલાવડી સીમમાં ભરવાડો પોતાના પશુઓ દ્વારા ભેલાણ કરાવીને ખેડૂતોના ઉભાં પાકને નુક્સાન થતાં આક્રોશ સાથે દયનીય સ્થિતિ જોવા મળી
ખેડૂતો એ જણાવ્યું કે બાજરી,મકાઈ,ગવાર જેવા પાકની અમારા માટે અમારા પાલતું પશુઓને માટે ટુંકી જમીનમાં મહેનત કરીને આખા વર્ષ માટે પકવતા હોય છે ત્યારે માથાભારે શખ્સો દ્વારા પોતાના પશુઓને ખેતરમાં કોઈ નાં હોય ત્યારે પશુઓને છોડી મૂકે છે જ્યારે અમે કહેવા જઈએ ત્યારે ધાકધમકી આપે છે
મોટા ભાગે ખેડૂતવર્ગ કાયદા કાનૂનમાં પડવા માંગતો નથી તેથી તેઓ પર કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ ભાનુભાઈ શંકરભાઈ પરમારના ખેતરમાં નુકસાનથી ત્રસ્ત થઈ ને માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસમાં લેખીતમાં ફરિયાદ આપી છે કે જલ્દી થી ન્યાય મળે
ઓડ શહેરના ખેડૂતનાં ખેતરમાં અવારનવાર ભેલાણ થતાં ખેડૂતોની દયનીય સ્થિતિ
