આણંદ: ઓડ નગરના નાનાંમોટાં મંદિરોમાં ચૈત્ર સુદ પૂનમ તા-૧૨, શનિવારના રોજ હનુમાનજી મહારાજની જન્મોત્સવની મંદિરોની ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
શહેરમાં સ્વામિનારાયણ(BAPS) મંદિર સામે આવેલ ૩૫/ફૂટની હનુમાનજીની મૂર્તિ સમક્ષ યજમાન રાવ પરિવારના સભ્યો દ્વારા હવનમાં યજમાન પદે રહ્યા હતા અને સમગ્ર સંચાલન સ્વામિનારાયણ મંદિર તેમજ હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું .આ પ્રસંગે ભાવિક ભક્તોએ દર્શન કરી સુખડીનાં પ્રસાદ નો લાભ લીધો
ઓડ મારુતિ યુવક મંડળ,મલાવ ભાગોળ દ્વારા શ્રી રામનાથ મહાદેવ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં સાર્વજનિક શુભ પ્રસંગે મારુતિ યજ્ઞ,અન્નકૂટ,ધજારોહણ,મહા આરતી, મહા પ્રસાદી નું આયોજન કરેલ મારુતિ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ યજ્ઞપૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિત રહી હતી
આ પ્રસંગના દાતા સ્વ.રણછોડભાઈ શનાભાઈ પટેલ સમસ્ત પરિવાર તરફથી સૌનો આભાર વ્યક્ત કરવામા આવ્યો
ઓડના મંદિરોમાં હનુમાન જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ
