
આણંદ મહાનગરપાલિકા રખડતાં પશુઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે ગાય ને ક્રુરતા પૂર્વક દંડા થી માર મારતો વાયરલ વિડીઓથી હિન્દુઓની લાગણી દુભાઈ.આ પહેલાં પણ પશુઓને પકડવાની કામગીરી વિવાદમાં રહી છે પાંજરાપોળમાં કેટલાક પશુઓના મૃત્યુ થયા હતા તેમજ તાજેતરમાં મનપાના એક કર્મચારીની સંડોવણીથી 52 પશુઓને છોડાવી જવાની ઘટના બની હતી
આણંદ જિલ્લા ગૌરક્ષા દળના અધ્યક્ષ પ્રકાશ રાજપૂતે જણાવ્યું: કેટલાક સમયથી નગર અને મહાનગરમાં રસ્તે રખડતા પશુ અને હિન્દુ ધર્મમાં પૂજનીય ગાય માતા અને ગૌવંશ પર પ્રશાસન દ્વારા ક્રુરતા પૂર્વક દંડા વડે માર મારી અને ઘાસચારાની વ્યવસ્થા વગરની પાંજરાપોળમાં આતંકવાદી ની જેમ પૂરવામાં આવે છે. જે જોઈ ગાય માતાને પૂજનીય માનતો ધર્મ પ્રેમી સમાજ ની લાગણી ઓ ઠેસ પહોંચાડે છે.ભારતનાં કાયદા અને સંવિધાનનાં સંરક્ષણ હેઠળ કોઈપણ અબોલ જીવને ક્રુરતા પૂર્વક મારી ન શકાય
અમને પોલીસ અધિકારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આપ આમાં યોગ્ય તપાસ કરીને જલ્દી થી ન્યાય મળે