વિદ્યાર્થીનીઓને આપવામાં આવતાં હલકી ગુણવત્તાના ભોજન મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર સંચાલિત અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય,બાકરોલ કોલોની,બાકરોલ આણંદ મુકામે લાગતા વળગતા અધિકારીશ્રીઓ દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ અપાયેલ વિધર્મી વિદ્યાર્થીની છાત્રાલયમાં રહેતી હોવાની જાણ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ થતા તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીની ને ઘરે મોક્લી આપેલ છે. આવા ગેરકાયદેસર પ્રવેશ આપવા પાછળનું કારણ હિન્દુ દીકરીઓને ધર્માંતરણ કરાવવાની ચાલ તો નહીં હોઈને? આની સત્યતા ચકાસવા હિન્દુ સંગઠનો દ્વારા ઉચ્ચ કક્ષાએ થી તપાસ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે
આણંદના બાકરોલ સ્થિત અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયમાં ગેરકાયદેસર રીતે લઘુમતી કોમની વિદ્યાર્થીનીને એડમિશન અપાયું હોવાના આક્ષેપ સાથે હોબાળો
