બળવંતસિંહ પરમાર તેમજ ભાજપના સંગઠનના સભ્યો દ્વારા આવતા તહેવારોમાં રાષ્ટ્રભાવના,ધર્મભાવના જનજન સુધી પહોંચે તે હેતુથી ચર્ચા કરી
આણંદ: ઓડમાં તા 3 ના રોજ આગામી ભાજપનાં સ્થાપના દિવસની ઉજવણી, રામનવમી અને ડૉ આંબેડકરજીના જન્મ દિવસ ના કાર્યક્રમ માટેની અગત્યની મીટીંગમાં ઓડ શહેર ભાજપ સંગઠન અને કાઉન્સિલર મિત્રોની મીટીંગ રાખવામાં આવેલ.વિશેષ ઉપસ્થિત આણંદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બળવંત સિંહ પરમાર,ઓડ નગર પાલિકા પ્રમુખ સંજય ભાઈ પટેલ,સંગઠન પ્રમુખ હિરેન ભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી દિલીપભાઈ પટેલ,કારોબારી ચેરમેન કિરીટભાઈ અહીમકર,સંગઠનના પદાધિકારી, કાઉન્સિલર મિત્રો હાજર રહ્યા હતા
